મેઘ મહેર: 24 કલાકથી 48 કલાક સુધી રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર કર્યા બાદ છેલ્લા બે દિવસથી વરસાદની ગતિ ધીમી પડી છે રાજ્

ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર કર્યા બાદ છેલ્લા બે દિવસથી વરસાદની ગતિ ધીમી પડી છે રાજ્યમાં 6 ઓગસ્ટે સૌથી વધુ 1 ઈંચ વરસાદ છોટા-ઉદેપુરના પાવી જેતપુરમાં પડ્યો હતો.
આગામી 24 કલાકથી 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મોટાભાગના ક્ષેત્રોમાં હળવા પવન સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે કરી છે, ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકથી 48 કલાક સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે .મળતી જાણકારી અનુસાર આગામી 24 કલાક બાદ ફરી વરસાદનું જોર વધશે. આવતીકાલે દક્ષિણ ગુજરાતનાં વિવિધ ભાગોમાં મેઘમહેર જોવા મળશે.
8 ઓગસ્ટની આગાહી
આઠમી ઓગસ્ટે રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. મળતા અહેવાલ પ્રમાણે આવતીકાલે રાજ્યના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરાઈ છે.
9 ઓગસ્ટની આગાહી
આગામી નવમી ઓગસ્ટે પણ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરાઈ છે સાથે જ ભાવનગરમાં પણ ભારે વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.






