મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: હજુ ત્રણ દિવસ માવઠાની આગાહી, 14થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદી માહોલ

Gujarat news: હજુ ત્રણ દિવસ માવઠાની આગાહી, 14થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદી માહોલ છે. જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં જોવા મળી છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે. જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગીજવીજ સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના છે.

હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ,સોમવારે (3 નવેમ્બર) રાજ્યભરમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 4 નવેમ્બરના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, અમદાવાદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ માવઠાની આગાહી છે. 

આગામી 5 નવેમ્બરના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ સમાચાર શેર કરો