VIDEO: ભારે વરસાદનો રેલવે પર બ્રેક! અનેક ટ્રેનો રદ
ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના નવસારી–મરોલી સેક્શનમાં જળભરાવ સર્જાતા


ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના નવસારી–મરોલી સેક્શનમાં જળભરાવ સર્જાતા રેલવે વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. તેની અસર હેઠળ ભુજ–દાદર સયાજી નગરી એક્સપ્રેસ હવે માત્ર ગાંધીધામ સુધી જ દોડશે, જ્યારે ગાંધીધામથી દાદર વચ્ચેની સેવા રદ કરવામાં આવી છે. ઉપરાંત, 8 જુલાઈની દાદર–ભુજ સયાજી નગરી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. અમદાવાદ–બાંદ્રા કર્ણાવતી એક્સપ્રેસ, એસી ડબલ ડેકર, તેજસ એક્સપ્રેસ અને વંદે ભારત સહિત બંને દિશાની અનેક ટ્રેનો પણ રદ કરાઈ છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને મુસાફરી પહેલાં NTES અથવા રેલ મદદ 139 પર ટ્રેનનું સ્ટેટસ તપાસવાની અપીલ કરી છે.




