મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જસદણ: માતાજીના માંડવામાં જમ્યા બાદ 400થી વધુ લોકોને થઈ ફૂડ પોઈઝનિંગની અસર, હાલ સારવાર હેઠળ

જસદણમાં ગોખલાણામાં માતાજીનો માંડવાનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા

જસદણ: માતાજીના માંડવામાં જમ્યા બાદ 400થી વધુ લોકોને થઈ ફૂડ પોઈઝનિંગની અસર, હાલ સારવાર હેઠળ

જસદણમાં ગોખલાણામાં માતાજીનો માંડવાનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા. જસદણમાં માંડવામાં રાત્રે જમવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જમણવારમાં જમ્યા બાદ 400થી વધુ લોકોની અચાનક તબિયત બગડી હતી.

આ લોકોનેફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. પ્રસાદ લીધા પછી તમામને ઉબકા અને ઉલટીની સમસ્યા સર્જાઈ હતી. 5થી 12 વર્ષના બાળકોને વધુ અસર જોવા મળી હતી. જમણવારમાં ફૂડ પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. પુરુષો, મહિલાઓ અને બાળકોનો ફુડ પોઈઝનિંગ અસર થઈ હતી.

ફૂડ પોઈઝનિંગની અસર અસર થનારાઓને જસદણની સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ પણ દોડી ગયું હતું.
 

આ સમાચાર શેર કરો