મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ બરફ ગોલાના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગના દરોડા, કલર-ક્રિમ-ડ્રાયફ્રૂટ સહિતના સેમ્પલ લેવાયા

સુરતમાં હાલ ઉનાળાની શરૂઆત થતાં જ ઠેર ઠેર ઠંડા ઠંડા બરફ ગોલાના વેચાણ માટેના સ્ટોલ લાગી ગયાં છે

સુરત/ બરફ ગોલાના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગના દરોડા, કલર-ક્રિમ-ડ્રાયફ્રૂટ સહિતના સેમ્પલ લેવાયા

સુરતમાં હાલ ઉનાળાની શરૂઆત થતાં જ ઠેર ઠેર ઠંડા ઠંડા બરફ ગોલાના વેચાણ માટેના સ્ટોલ લાગી ગયાં છે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આઈસ ડિશ વિક્રેતાઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. શહેરના 16 વિક્રેતાઓને ત્યાં મનપાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપતા બે દિવસ બાદ સેમ્પલના રિપોર્ટ આવશે.

ડિશમાં નાખવામાં આવતા ડ્રાઈફ્રૂટ, કલર, ક્રીમ સહીતની ચીજ-વસ્તુના સેપમ્લ લેવામાં આવ્યાં છે. કેટલાક વિક્રેતા હલકી કક્ષાના અખાદ્ય પ્રદાર્થ વાપરતા હોવાની આશંકાને પગલે તપાસ કરવામાં આવી છે. તમામ નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતાં. બે દિવસ બાદ સેમ્પલના રિપોર્ટ મોકલવામાં આવ્યાં હતાં.

આરોગ્ય અધિકારીએ કહ્યું કે, ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી. જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. ગોલામાં નાખવાના કલરમાં સેક્રેરીન સહિતની માત્રાની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. સાથે દંડ પણ ફટકારાશે અને સીલ મારવાની પણ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી શકે છે.

આ સમાચાર શેર કરો