સાબરકાંઠામાં HMPV વાયરસના કેસ મળતા સર્વેલન્સ માટે આરોગ્ય વિભાગની ટીમો ઉતારાઈ
સાબરકાંઠા જિલ્લામાં HMPV વાયરસનો એક કેસ સામે આવ્યા બાદ જિલ્લાનું આરોગ્ય તંત્ર

સાબરકાંઠા જિલ્લામાં HMPV વાયરસનો એક કેસ સામે આવ્યા બાદ જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. પ્રાંતિજ તાલુકાના ગામમાંથી આ કેસ મળી આવ્યો છે ત્યાં આરોગ્ય વિભાગની 4 ટીમો ઉતારી દેવામાં આવી છે અને સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે.
શું કરશે સર્વેલન્સ ટીમો?
જો બાળકો અથવા વૃદ્ધોમાં HMPVના કોઈપણ શંકાસ્પદ લક્ષણો દેખાશે તો તેમને હિંમતનગર સિવિલમાં સારવાર પણ આપવામાં આવશે. આ આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા સી.એચ.સી અને પી.એચ.સી સેન્ટરમાં જો કોઈ શંકાસ્પદ લક્ષણોવાળા દર્દી માલુમ પડશે તો તાત્કાલિક તેમના મેડિકલ રિપોર્ટ માટેની કામગીરી હાથ ધરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ સામે આવ્યો, પ્રાંતિજમાં 8 વર્ષનું બાળક પોઝીટીવ
બીજી તરફ ગઈકાલે HMPV વાયરસનો જે કેસ સામે આવ્યો હતો તે બાળ દર્દીની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ અને ખાનગી તબીબોની ટીમ સતત બાળ દર્દીના ઓબ્ઝર્વમાં રહી સારવાર આપવામાં આવી રહી છે.






