Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Second case of HMPV virus reported in Gujarat

ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ સામે આવ્યો, પ્રાંતિજમાં 8 વર્ષનું બાળક પોઝીટીવ

Timeછેલ્લું અપડેટ : 08 Jan 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ સામે આવ્યો, પ્રાંતિજમાં 8 વર્ષનું બાળક પોઝીટીવ

ચીનના વાયરસ HMPVના હવે ભારતમાં કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ સામે આવ્યો છે. અમદાવાદ પછી પ્રાંતિજમાં HMPV વાયરસનો કેસ સામે આવ્યો છે.

App Store

HMPV વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ

HMPV વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ નોંધાયો છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં આઠ વર્ષનું બાળક સારવાર હેઠળ છે. પ્રાંતિજ તાલુકાના ગામનું બાળક સારવાર હેઠળ છે. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ICUમાં રાખવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં HMPV વાયરસનો કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

અમદાવાદમાં નોંધાયો હતો HMPV વાયરસનો પ્રથમ કેસ

ચીનના ખતરનાક વાયરસ HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં નોંધાયો હતો.  શંકાસ્પદ ગણાતા 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયો હતો. આ બાળકનો રિપોર્ટ 26 ડિસેમ્બરે આવી ચૂક્યો હતો. પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓએ આ વાત અત્યાર સુધી કેમ છુપાવી રાખી એ પણ તપાસનો વિષય બન્યો છે. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા મોટી બેદરકારી દાખવવા બદલ AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો.

આ પણ વાંચો: HMPVની દેશમાં એન્ટ્રીથી લોકોમાં ફફડાટ, હેશટેગ લૉકડાઉન વાઈરલ: સરકારે કહ્યું- ગભરાશો નહીં

દેશમાં HMPV વાયરસના કેસમાં વધારો

દેશમાં HMPV વાયરસના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. કર્ણાટક, ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં પણ HMPV વાયરસના કેસ સામે આવ્યા છે. નાગપુર બાદ મુંબઇમાં વધુ એક કેસ નોંધાયો છે.  મુંબઈના પવઈની હિરાનંદાની હોસ્પિટલમાં HMPVનો મામલો સામે આવ્યો છે. અહીં છ મહિનાની બાળકીમાં વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.