VIDEO: Suratમાં તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગની દરોડા, ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળા ફરાળના લેવાયા સેમ્પલ
સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે તહેવારોના પૂર્વસંધ્યાએ શહેરના વિવિધ વિસ્તારોમાં મસાલા અને ફ
સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે તહેવારોના પૂર્વસંધ્યાએ શહેરના વિવિધ વિસ્તારોમાં મસાલા અને ફરાળના વેપારીઓ સામે તડાકા કામગીરી હાથ ધરી છે. તહેવાર દરમિયાન ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળા ખાદ્યપદાર્થો વેચાતા હોય છે ત્યારે પીણા અને ખાદ્યસામગ્રીના નમૂનાઓ લેવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગની કાર્યવાહી
શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા વેપારીઓના ત્યાં ફરાળના નમૂનાઓ એકત્રિત કરી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તપાસ દરમિયાન હલકી ગુણવત્તા અને ભેળસેળયુક્ત સામગ્રીના વેચાણની આશંકા બાદ આરોગ્ય વિભાગે વહીવટીતંત્ર સાથે કાર્યવાહી આગળ ધપાવી છે.
કાયદેસરના પગલાં લેવાશે
પાલિકાએ વ્યાપારીઓને ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં પણ આવું ઝડપાશે તો કાયદેસર પગલાં લેવામાં આવશે.શહેરીજનોને પણ અપીલ કરવામાં આવી છે કે તે ચોકસાઈથી માત્ર ગુણવત્તાવાળા અને પેક થયેલા ફરાળ ખરીદે, અને શંકાસ્પદ વસ્તુઓની તાત્કાલિક જાણ SMC ને કરે.






