વલસાડના 57 ખેડૂતોને 300 કરોડની રિકવરીના કેસમાં હાઇકોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો, જાણો વિગત
વલસાડ જિલ્લાના 2 ગામના 57 ખેડૂતોને જમીન સંપાદન સામે જમીન સંપાદન અ

વલસાડ જિલ્લાના 2 ગામના 57 ખેડૂતોને જમીન સંપાદન સામે જમીન સંપાદન અધિકારીએ 300 કરોડની રિકવરીની નોટિસો આપી હતી. 57 ખેડૂતો આ નોટિસને હાઇકોર્ટમાં પડકારતા હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
વર્ષ 2021માં વલસાડ જિલ્લાના 2 ગામના 57 ખેડૂતોને વળતર ચૂકવ્યા બાદ વર્ષ 2023માં વૃક્ષોની કિંમતમાં વિસંગતતાનું કારણ આગળ ધરી જમીન સંપાદન અધિકારી દ્વારા એવોર્ડ રિવ્યૂ કરવાનું કરાયું હતું.
2021માં એક્સપ્રેસ હાઇવે માટે સંપાદન કરેલી જમીનનું વળતર ચૂકવ્યા બાદ વર્ષ 2023માં રિકવરી માટે ખેડૂતોને 300 કરોડ રૂપિયાની રિકવરી નોટિસો અપાઈ હતી. જો ખેડૂતો નાણા ન ચૂકવે તો ખેડૂતો પાસે બાકી રહેલી જમીનને ટાંચમાં લેવાની નોટિસ અપાઈ હતી.
જમીન સંપાદન અધિકારીની નોટિસને વલસાડના 2 ગામના 57 ખેડૂતોએ હાઇકોર્ટમાં પડકારી હતી. હાઇકોર્ટે કહ્યું કે એક વખત જમીન સંપાદનના નાણાં ચૂકવાયા બાદ જમીન સંપાદન અધિકારી વસૂલી ન કરી શકે. નેશનલ હાઇવે ઓથોરિટીએ જમીન માટે વળતર ચૂકવ્યું હોવાથી ઓથોરિટી જ ચેલેન્જ કરી શકે.






