સતત હાર બાદ મુંબઈ ટીમનો કેપ્ટન હાર્દિક મહાદેવના શરણમાં, સોમનાથમાં કરી પૂજા
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ખરાબ રહી છે. એટલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ખરાબ રહી છે. એટલું જ નહીં ટીમની કમાન સંભાળ્યા બાદ સ્ટેડિમમાં દર્શકો હાર્દિકનો હૂરિયો બોલાવી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે હાર્દિક પંડ્યા બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દરબારમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે ભોળાનાથની પૂજા- અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તમને જણાની દઈએ કે, મુંબઈની ટીમ મિની વેકેશન માણવા જામનગર આવી છે.
હાર્દિકે મંદિરમાં શિશ ઝુકાવી દાદાના આશીર્વાદ મેળવ્યા
મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા આજે સોમનાથ મહાદેવના શરણે પહોંચ્યો હતો. જ્યાં તેણે મહાદેવને રૂદ્રાભિષેક કર્યો હતો. હાર્દિકે મંદિરમાં શિશ ઝુકાવી દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.
મુંબઈ 7 એપ્રિલે દિલ્હી સામે ટકરાશે
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેની છેલ્લી મેચ 1 એપ્રિલે રમી હતી. જે બાદ ટીમ 5 દિવસના બ્રેક પર છે. ગુજરાતના જામનગરમાં મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમ મજા માણી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ 7 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. મુંબઈની ટીમે અત્યાર સુધી જીતનો સ્વાદ ચાખ્યો નથી.
હાર્દિક પંડ્યાએ 2015માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. 2021 સુધી મુંબઈ ટીમ સાથે જોડાયેલો રહ્યો. 2022માં આઈપીએલની નવી ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયો હતો. તેની કપ્તાનીમાં પ્રથમ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું. IPL 2024 પહેલા, તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાયો અને કેપ્ટન પણ બન્યો.






