મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ગંગાસ્વરૂપ બહેનોના લાભાર્થે હનુમાન ચાલીસા યુવા કથા, સાળંગપુર મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ ઉભી કરાઈ

સુરતના સરથાણા જકાતનાકા આઈકોનિક રોડ પર રૂક્ષ્મણી ચોક ખાતે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કર

સુરતમાં ગંગાસ્વરૂપ બહેનોના લાભાર્થે હનુમાન ચાલીસા યુવા કથા, સાળંગપુર મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ ઉભી કરાઈ

સુરતના સરથાણા જકાતનાકા આઈકોનિક રોડ પર રૂક્ષ્મણી ચોક ખાતે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી યોજાનારી આ કથામાં સાળંગપુર મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે. યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિથી સનાતન હિન્દુ ધર્મના સદમાર્ગે વળે તથા ગંગાસ્વરૂપ બહેનોની અનાજ-કરિયાણાની કીટના વિતરણ હેતુથી મારૂતિ ધુન મંડળ યુવા ગૃપ દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ થર્ટી ફર્સ્ટે નશો કરીને નીકળનારની ખેર નથી, ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીન સાથે રોડ પર ચેકીંગ

600 મહિલાઓ સેવા આપે છે

સાળંગપુરધામના હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) વ્યાસપીઠ પરથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવનાર છે. ત્યારે અત્યારથી જ કથા ગ્રાઉન્ડ પર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અંદાજે 2100થી વધુ સ્વયંસેવકો સેવા આપવાના છે. જેમાં 600થી વધુ મહિલા સ્વયંસેવકો પણ ખડેપગે સેવામાં સહકાર આપી રહ્યાં છે. 

કથામાં અલગ અલગ ઉત્સવ ઉજવાશે

મારૂતિધામ ધુન મંડળ વતી જણાવવામાં આવ્યું કે, જે લોકો સાળંગપુર હનુમાન દાદાના દર્શન નથી કરી શકતા તેમના માટે અહિં એક આબેહૂબ મંદિર પણ બનાવવામાં આવ્યું છે. છેલ્લા 3 મહિનાથી કથાની તૈયારીઓ કરવામાં આવતી હતી. ત્યારે 27મીએ વિશાળ પોથીયાત્રા યોજવામાં આવશે. જેમાં 1100 રામચરિત માનસની પોથીને મસ્તક પર મહિલાઓ ધારણ કરશે. સાથે જ હનુમાનજી અને વાનરની વેશભૂષામાં પણ લોકો આવશે. સમગ્ર કથામાં 80 હજાર જેટલા લોકો એક સાથે કથાનું શ્રવણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 151 કિલો કેક તથા 2000 કિલો ચોકલેટ દાદાને ધરાવવામાં આવશે. સાથે જ થર્ટી ફર્સ્ટે હનુમાન દાદાનો જન્મોત્સવ કથામાં ઉજવવામાં આવશે. જેમાં ફૂલોનો બ્લાસ્ટ કરવામાં આવશે. કથામાં વ્યસન મુક્તિના પણ સંકલ્પ લેવડાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો