મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયેલા ISISના આતંકીઓનો હેન્ડલર પકડાયો, 20 લાખ રૂપિયાનું હતું ઇનામ

શ્રીલંકન પોલીસે પ્રતિબંધિત ઇસ્લામિક સ્ટેટ (ISIS) આતંકી સંગઠન સાથે સંબંધને કારણે અમદાવાદ એરપોર્ટ પરથ

અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયેલા ISISના આતંકીઓનો હેન્ડલર પકડાયો, 20 લાખ રૂપિયાનું હતું ઇનામ

શ્રીલંકન પોલીસે પ્રતિબંધિત ઇસ્લામિક સ્ટેટ (ISIS) આતંકી સંગઠન સાથે સંબંધને કારણે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા ચાર શ્રીલંકન નાગરિકોના આકા (હેન્ડલર)ની ધરપકડ કરી છે. કોલંબોમાં ગેરાર્ડ પુષ્પરાજા ઉસ્માનની ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકન પોલીસે તેની ધરપકડમાં મદદગાર સાબિત થનારા વિશ્વસનીય જાણકારી આપનારાને 20 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. હેન્ડલરની ધરપકડ થતા તે ગુજરાતમાં કોને ટાર્ગેટ બનાવવાના હતા અને તે સિવાય અન્ય માહિતી પણ ખુલી શકે છે.

ગુજરાત ATSએ ISIS સાથેના સંબંધને કારણે ચાર શ્રીલંકન નાગરિકની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. આ લોકો ઇન્ડિગોની ફ્લાઇટમાં શ્રીલંકાના પાટનગર કોલંબોથી 19 મેએ ચેન્નાઇ પહોંચ્યા હતા. શ્રીલંકન સુરક્ષાદળોને શંકા છે કે 46 વર્ષીય શંકાસ્પદ ઉસ્માન આ ચાર શ્રીલંકન નાગરિકોનો આકા છે.

શ્રીલંકન અધિકારીઓએ ગુજરાતમાં ધરપકડ કરાયેલા ચાર શ્રીલંકન નાગરિકો વિરૂદ્ધ તપાસ માટે ગત મહિને એક ઉચ્ચ સ્તરીય અભિયાન શરૂ કર્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે 19 મેએ ગુજરાત ATSએ સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર ISIS સાથે સંબંધ રાખનારા શ્રીલંકન નાગરિકને પકડયો હતો, તેમના નામ મોહમ્મદ નુસરત, મોહમ્મદ ફારૂક, મોહમ્મદ નફરાન અને મોહમ્મદ રાસદીન હતા.

આ આરોપીઓએ કબૂલ પણ કર્યું હતુ કે તેમનો સંબંધ આતંકવાદી સંગઠન નેશનલ તોહીદ જમાત સાથે છે. બાદમાં તે પાકિસ્તાની આતંકી અબુ બકર અલ બગદાદીના સંપર્કમાં આવ્યા હતા અને પછી ISમાં સામેલ થયા હતા. આતંકવાદી ગતિવિધિ માટે તેમને મોકલવામાં આવ્યા હતા અને તેના માટે રકમ પણ આપવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો