મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Halvad news: ઈનામી ડ્રોના નામે છેતરપિંડી કરી લાખો રૂપિયા લઈ આયોજકો ફરાર, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યમાં ઈનામી ડ્રોના નામે છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યા

Halvad news: ઈનામી ડ્રોના નામે છેતરપિંડી કરી લાખો રૂપિયા લઈ આયોજકો ફરાર, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યમાં ઈનામી ડ્રોના નામે છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે હળવદ તાલુકાના કડીયાણા માથક રોડ પર આવેલ મામાદેવના મંદિરના નામે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આયોજકોએ મંદિર વિકાસ અને આશ્રમના લાભાર્થે હોવાનું કહી તંત્રની કોઈપણ મંજૂરી વગર ટિકિટો વેચી લાખો રૂપિયા ઉઘરાવી લીધા હતા.

મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે છેતરપિંડી

તરણેતર બાદ હળવદમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે છેતરપિંડી થઈ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ડ્રોના નામે લાખોનું ફુલેકું ફેરવી આયોજકો રાતોરાત ફરાર થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે મંદિરના નામે ઉઘરાવેલા નાણાંમાંથી એક પણ રૂપિયો મંદિરના ફંડમાં આવ્યો નથી. હાલ આ મામલે પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો