મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : પુલ તુટ્યા બાદ ચોટીલાનું હબિયાસર ગામ સંપર્ક વિહોણું બન્યું

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલો મોરસલ ડેમ ઓવરફલો થત

VIDEO : પુલ તુટ્યા બાદ ચોટીલાનું હબિયાસર ગામ સંપર્ક વિહોણું બન્યું

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલો મોરસલ ડેમ ઓવરફલો થતા ભોગવા નદી પરનો હબિયાસર ગામ જવાનો પુલ તૂટી ગયો છે, જેના કારણે 800 લોકોની વસ્તી ધરાવતું આ ગામ  સંપર્ક વિહોણું બન્યું છે.  આશરે 5  વર્ષ પહેલા 80 લાખ રૂપિયાના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો હતો. 

ગામ લોકોની મુશ્કેલી જાણવા માટે આજે GSTVની ટીમ જોખમ ખેડીને હબિયાસર પોહચી હતી અને સ્થાનિકો પાસે પુલ તુટવાનાં કારણો જાણવા પ્રયાસ કરતા લોકો એ પુલના નબળા બાંધકામ અને પુલ બનાવવામાં અપુરતું લોખંડ અને હલકી સિમેન્ટ વાપર્યા હોવાનું જણાવ્યું હતું. 

ભોગાવો નદીનાં પટમાંથી ઘસમસતા પ્રવાહ વચ્ચે ગામ લોકો જોખમ ખેડીને ન છુટકે પશુઓ માટે રાજદાણ, ઘંટીએ લોટ દળાવા અને શાકભાજી માટે ચોટીલા આવે છે અને પરત જાય છે. સ્થાનિકોએ જણાવ્યું કે ચાર દિવસથી અંધારપટમાં શાક-બકાલા અને લોટ, ગેસ વગર હતા. તંત્રવાહકો કોઇ ભાળ લેવા આવ્યાં નથી. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો