ગુજરાતની જાણીતી કલા સંસ્થા તીહાઇ-ધ મ્યુઝિક પીપલના 40 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ પાઠવી શુભેચ્છા
ગુજરાતની જાણીતી કલા સંસ્થા તીહાઇ-ધ મ્યુઝિક પીપલના 40 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસં

ગુજરાતની જાણીતી કલા સંસ્થા તીહાઇ-ધ મ્યુઝિક પીપલના 40 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મીડિયા જગત અને રાજકીય જગતના અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
કેવી રીતે તીહાઇ-ધ મ્યુઝિક પીપલની સ્થાપના થઇ
મુળ જુનાગઢના અને પછી અમદાવાદ સ્થાઇ થયેલા અભિલાષ ઘોડા દ્વારા વર્ષ 1985માં કલા પ્રવૃત્તિઓ, ફિલ્મ અને ટેલિવિઝન શો નિર્માણ, ઈવેન્ટ મેનેજમેન્ટ અને મીડીયા મેનેજમેન્ટ જેવી પ્રવૃત્તિઓને સાંકળી તીહાઇ- ધ મ્યુઝિક પીપલ નામથી એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.
આ સંસ્થા દ્વારા ગુજરાત સરકારના માહિતી વિભાગ માટે અનેક દસ્તાવેજી ફિલ્મો, દુરદર્શન અમદાવાદ માટે અનેક ટેલિવિઝન શ્રેણીઓ, ભારત સરકાર અને ગુજરાત સરકારના મોટા ગજાના સાંસ્કૃતિક કાર્યક્રમો, અનેક ગુજરાતી ફિલ્મોના નિર્માણ, પ્રચાર - પ્રસાર, ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડસ ગુજરાતી સહિત અનેક સફળ ઇવેન્ટના આયોજન અને મેનેજમેન્ટ કરવામાં આવ્યા.
સાંસ્કૃતિક કાર્યક્રમના સરતાજ છે અભિલાષ ઘોડા
જનસંપર્કની સુઝને કારણે અનેક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા હાઉસ સાથે તીહાઇ - ધ મ્યુઝિક પીપલના સ્થાપક અભિલાષ ઘોડા ગાઢ સંબંધો બનાવી શક્યા છે. પોતાની કલાકારો પ્રત્યેની લાગણીને કારણે કોવિડ કાળ દરમ્યાન ગુજરાતના જરૂરિયાતમંદ કલાકારોને અભિલાષ ઘોડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી મદદને આજે પણ એ કલાકારો યાદ કરે છે.
આજે પણ રાજ્ય સરકાર દ્વારા યોજાતા મોટા મોટા ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માં અભિલાષ ઘોડાની તીહાઇ સંસ્થાના બહોળા અનુભવનો લાભ અનેક વખત લેવામાં આવે છે. અભિલાષ ઘોડાની કલા પ્રવૃત્તિઓની નોંધ લઇને ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ શહેર સાંસ્કૃતિક સેલના કન્વીનરની જવાબદારી અભિલાષ ઘોડાને સોંપી છે.
તારીખ 27 એપ્રિલ, 2025ના રોજ, વર્ષ 1985માં જેની સ્થાપના થઇ તેવી અભિલાષ ઘોડાની કલાસંસ્થા તીહાઇ - ધ મ્યુઝિક પીપલ 40 વર્ષ પુર્ણ કરે છે તે બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કલાજગત, સાહિત્ય જગત અને મીડીયા જગતના અનેક દિગ્ગજો એ પત્ર અને વિડીયો સંદેશ દ્વારા અભિનંદન આપ્યા હતા.








