મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગરથી સુરત હવે 3 કલાકમાં પહોંચાશે, ગુજરાતના પ્રથમ સી-લિન્ક પ્રોજેક્ટ સર્વેને મળી મંજૂરી

ગુજરાતનો પ્રથમ રેલવે સી-લિન્ક પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે. દહેજથી ભાવનગર વચ્ચે રેલવે સી-લિન્ક પ્રોજેક

ભાવનગરથી સુરત હવે 3 કલાકમાં પહોંચાશે, ગુજરાતના પ્રથમ સી-લિન્ક પ્રોજેક્ટ સર્વેને મળી મંજૂરી

ગુજરાતનો પ્રથમ રેલવે સી-લિન્ક પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે. દહેજથી ભાવનગર વચ્ચે રેલવે સી-લિન્ક પ્રોજેક્ટના ફાઇનલ સર્વે લોકેશનને મંજૂરી આપવામાં આવી છે. રેલવે બોર્ડે ગુજરાતમાં પ્રથમ 40 કિલોમીટર સી-લિન્ક પ્રોજેક્ટના ફાઇનલ સર્વે લોકેશનને મંજૂરી આપી છે.

ભાવનગરથી સુરતનું અંતર ઓછુ થશે

રેલવે બોર્ડે ભાવનગર અને દહેજ વચ્ચે 40 કિલોમીટર લાંબા ગુજરાતના પ્રથમ સી-લિન્ક પ્રોજેક્ટના ફાઇનલ સર્વેને મંજૂરી આપી છે. ભરૂચના દહેજ અને ભાવનગર વચ્ચેના દરિયાઇ માર્ગ પર આકાર લેનાર સી-લિન્ક રેલવે પ્રોજેક્ટ સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડશે. 

ભાવનગરથી સુરત જવા માટે રોડ માર્ગે 530 કિલોમીટરનું અંતર કાપવું પડે છે અને તેના માટે 9 કલાક કરતા વધુ સમય થાય છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 160 કિમીનું અંતર થશે અને માત્ર 3 કલાકમાં જ પહોંચી જવાશે. રેલવે સી-લિન્ક પ્રોજેક્ટ શરૂ થયા બાદ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત જવા માટે લોકોએ હવે અમદાવાદ અને વડોદરા સુધી લાંબા થવું નહીં પડે.બીજી તરફ દહેજથી પોરબંદર-દ્વારકા અને ઓખા સુધીની 924 કિલોમીટર લાંબી કોસ્ટલ રેલવે લાઇન માટે પણ તૈયારીઓ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો