Ahmedabad news: લાંચ માંગનાર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યનું રાજીનામું, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય
ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યએ યુનિવર્સિટ

ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યએ યુનિવર્સિટીના HRDC (હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર)ના ડાયરેક્ટર પાસેથી 75 લાખની માગ કરી હતી. ડાયરેક્ટરને પોતાની ઓફિસમાં બોલાવીને UGCમાંથી આવતી ગ્રાન્ટમાંથી 75 લાખ આપવાનું કહ્યું હતું અને જો પૈસા નહીં અપાય તો તેમના વિભાગ વિરુદ્ધ ફરિયાદની ધમકી આપવામાં આવી હતી. આ ઘટના બાદ NSUIના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને નકલી નોટો ઉડાડી સિન્ડિકેટ મેમ્બર્સ સામે પગલાં લેવા માંગની માગ કરી હતી.જો કે આ વિવાદ વચ્ચે ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરીયાએ રાજીનામું આપી દીધું છે.
HRDCના ડાયરેક્ટરે યુનિવર્સિટીના VCને આ અંગે ફરિયાદ કરી હતી
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર પાસે લાંચ માંગવાની ઘટના આવી સામે છે. UGCમાંથી આવતી ગ્રાન્ટમાં પૈસા પડાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ HRDCના ડાયરેક્ટર પાસેથી 75 લાખ રૂપિયા માંગ્યા હતા અને આ પૈસા નહીં આપે તો તેમના વિભાગ વિરુદ્ધ ફરિયાદની તથા ડાયરેક્ટરને નુકસાન પહોચાડવાની ધમકી અપાઈ હતી. જે બાદ HRDCના ડાયરેક્ટરે યુનિવર્સિટીના VCને આ અંગે ફરિયાદ કરી હતી.જે બાદ આ મુદ્દે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી, જેમાં શ્વેતલ સુતરીયાએ રાજીનામું આપી દીધું છે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં કુલપતિ નિરજા ગુપ્તા જર્મનીથી ઓનલાઈન જોડાયા હતા. બેઠકની શરૂઆતમાં પાંચ મિનિટ શ્વેતલને તેમનો પક્ષ રજૂ કરવા સમય અપાયો હતો.




