ગુજરાત યુનિવર્સિટીનો છબરડો : વિદ્યાર્થીઓને પકડાવ્યું આવતીકાલની પરીક્ષાનું પેપર
ગુજરાત યુનિવર્સિટીમાં હાલ પરીક્ષા ચાલી રહી છે. જેમાં B.sc સેમેસ્ટર 6ની પરીક્ષામાં યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટીમાં હાલ પરીક્ષા ચાલી રહી છે. જેમાં B.sc સેમેસ્ટર 6ની પરીક્ષામાં યુનિવર્સિટીનો છબરડો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓને આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું હતું. જેના પગલે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જોકે, યુનિવર્સિટીની આ ભૂલ બાદ વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર આપવામાં આવ્યું હતું. પરીક્ષા મોડી શરૂ થવાના પગલે દોઢ કલાકનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો.
પરીક્ષાર્થીઓ પેપર જોઈને મુશ્કેલીમાં મુકાયા
ગુજરાત યુનિવર્સિટીમાં હાલ બી.એસ.સી સેમેસ્ટર ૬ પરીક્ષા ચાલી રહી છે. જેમાં વિદ્યાર્થીઓને આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું હતું. વિષય કોડમાં ભૂલને કારણે પેપર બદલાઇ ગયું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓને 308 નંબરનું પેપર આપવાના બદલે 309 નંબરનું પેપર આપવામાં આવ્યું હતું. પરિણામે પરીક્ષાર્થીઓ પેપર જોઈને મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
યુનિવર્સિટીની ભૂલને કારણે પરીક્ષા દોઢ કલાક મોડી શરૂ થઈ
ગુજરાત યુનિવર્સિટીની આ ગંભીર ભૂલને કારણે પરીક્ષા દોઢ કલાક મોડી શરૂ થઈ હતી. આ છબરડાને કારણે 11 વાગ્યે શરૂ થવાના બદલે પરીક્ષા 12.30 વાગ્યે શરૂ થઈ હતી. યુનિવર્સિટી ભૂલ હોવાથી વિદ્યાર્થીઓને હાથી લખેલું પેપર આપવામાં આવ્યું હતું. પરીક્ષા દોઢ વાગ્યાને બદલે 2.30 વાગ્યે પુરી થઈ હતી.






