મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ IPS અભય ચુડાસમાએ આપ્યું રાજીનામું

ગુજરાત પોલીસના IPS અધિકારી અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે. અભયસિંહ ચુડાસમા

ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ IPS અભય ચુડાસમાએ આપ્યું રાજીનામું

ગુજરાત પોલીસના IPS અધિકારી અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે.  અભયસિંહ ચુડાસમા 1998 બેચના IPS અધિકારી છે. અભયસિંહ ચુડાસમાની ઓળખ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે થાય છે. ઉલ્લેખનીય છે કે IPS અધિકારી ઓક્ટોબર વયનિવૃતિ પહેલાં જ રાજીનામું ધર્યું છે.

IPS  અધિકારી અભયસિંહ ચુડાસમા કરાઈ પોલીસ શાળામાં પ્રીન્સિપાલ તરીકે કાર્યરત

IPS  અધિકારી અભયસિંહ ચુડાસમા કરાઈ પોલીસ શાળામાં પ્રીન્સિપાલ તરીકે કાર્યરત છે. હાલ તેઓ રાજકારણમાં જોડાવાના છે કે નહીં તે હજું સસ્પેન્સ છે.

સીબીઆઈએ એપ્રિલ 2010માં સોહરાબુદ્દીન શેખના મૃત્યુમાં સંડોવણી બદલ ચુડાસમાની ધરપકડ કરી હતી. સીબીઆઈએ તેના પર સોહરાબુદ્દીન સાથે પ્રોટેક્શન રેકેટ ચલાવવા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ માટે આરોપ મૂક્યો હતો, ઓગસ્ટ 2014માં ગુજરાત પોલીસે ચુડાસમાને ફરી નોકરી આપી દીધી હતી.

એપ્રિલ 2015માં કોર્ટે ચુડાસમાને એમ કહીને છોડી મૂક્યા કે તેમની સામે કોઈ પુરાવા નથી. જૂન 2015માં ગુજરાત સરકારે ચુડાસમાને નાયબ પોલીસ મહાનિરીક્ષકના હોદ્દા પર બઢતી આપી હતી

આ સમાચાર શેર કરો