Gujarat news: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, પશુ-પંખીઓ પર થઈ રહી છે ગંભીર અસર
ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લ

ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેના કારણે હિટવેવની સ્થિતિ સર્જાઈ છે. આ અંગ દઝાડતી ગરમીએ જનજીવનને ખોરંડે લીધું છે, અને તેની સૌથી મોટી અસર પક્ષીઓ અને પશુઓ પર જોવા મળી રહી છે.
જીવદયા પ્રેમીઓને રોજના સરેરાશ 50થી વધુ કેસો મળી રહ્યા છે
જીવદયા પ્રેમીઓને રોજના સરેરાશ 50થી વધુ કેસો મળી રહ્યા છે, જેમાં પક્ષીઓ ગરમીના કારણે બેહોશ થઈને આકાશમાંથી ટપકી પડે છે. આ ઉપરાંત, પશુઓ પણ આ તીવ્ર ગરમીથી પ્રભાવિત થયા છે, જેના માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું
જૂનાગઢમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે અને તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અહીં વિવિધ પ્રાણીઓની જરૂરિયાત મુજબ અલગ-અલગ વ્યવસ્થાઓ કરવામાં આવે છે.
પાંજરા ઠંડક રહે તે માટે કરવામાં આવી રહ્યા છે સતત પ્રયત્ન
ગ્રીન નેટ અને ફોગરનો ઉપયોગ કરીને પાંજરાઓમાં ઠંડક જાળવવામાં આવે છે. માંસાહારી પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા હોય છે, જ્યારે ફળો પર નિર્ભર પ્રાણીઓને ફ્રોઝન ફ્રૂટ આપવામાં આવે છે. આ ઉપરાંત, તમામ વન્યજીવોના પાણીમાં ઓઆરએસ મિક્સ કરીને તેમને એનર્જી મળે તેવી કાળજી લેવાય છે. ગરમીમાં પ્રાણીઓનું પાચન ધીમું પડે તેને ધ્યાનમાં રાખીને તેમનો ખોરાક પણ ઘટાડવામાં આવે છે. આ સાથે, ઝૂમાં આવતા પ્રવાસીઓ માટે પણ ગરમીથી રાહત મળે તે માટે ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે.






