Gujarat news: સિંહોના મોતના મામલે ધારાસભ્ય હીરા સોલંકીના પત્રમાં 5 મુદ્દા, અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા
અમરેલીના જાફરાબાદ રેન્જમાં સિંહોના મૃત્યુની ઘટનાઓને લઈને રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હી

અમરેલીના જાફરાબાદ રેન્જમાં સિંહોના મૃત્યુની ઘટનાઓને લઈને રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખી ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પાલીતાણા શેત્રુંજી ડિવિઝન અને ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં છેલ્લા બે મહિનામાં સિંહોના મૃત્યુના વધતા આંકડા પર સવાલ ઉઠાવ્યા છે.
અધિકારીઓની નિષ્કાળજી, ભૂલ અને અણઆવડતને કારણે આ ઘટનાઓ બની
હીરા સોલંકીના મતે, વનવિભાગના અધિકારીઓની નિષ્કાળજી, ભૂલ અને અણઆવડતને કારણે આ ઘટનાઓ બની રહી છે. તેમણે જણાવ્યું કે, જો સમયસર સિંહબાળોની તપાસણી કરવામાં આવી હોત તો મૃત્યુના બનાવોને અટકાવી શકાયા હોત. તેમણે એમ પણ આક્ષેપ કર્યો કે વાયરસના કારણે મૃત્યુ થયા હોવાનું તપાસ દરમિયાન જણાયું છે, પરંતુ આ બાબત પહેલાં ધ્યાનમાં કેમ ન આવી તે સમજાતું નથી. પત્રમાં હિરા સોલંકીએ વિવિધ 5 મુદ્દાઓ ઉઠાવ્યા છે.
સોલંકીએ સિંહો માટે પીવાના પાણીની અછતનો મુદ્દો પણ ઉઠાવ્યો
સોલંકીએ સિંહો માટે પીવાના પાણીની અછતનો મુદ્દો પણ ઉઠાવ્યો, જણાવ્યું કે આ માટે કોઈ પોઈન્ટ અથવા વ્યવસ્થા નથી, જે સિંહોના જીવન માટે જરૂરી છે. તેમણે ચેતવ.ણી આપી કે જો સિંહોમાં કોઈ વાયરસ ફેલાયો હોય તો વધુ મૃત્યુ રોકવા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવી જોઈએ.





