મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: 14-15 જૂન પછી રાજ્યમાં વરસાદની પધરામણીની આગાહી, આ વર્ષે  ચોમાસાની વહેલી શરૂઆત

કેરળ અને મુંબઇ સુધી ચોમાસુ વહેલુ આવ્યા બાદ મુંબઇ થી ચોમાસુ આગળ ધપવાના બદલે ત્યાં અટકી જતા અ

Gujarat news: 14-15 જૂન પછી રાજ્યમાં વરસાદની પધરામણીની આગાહી, આ વર્ષે  ચોમાસાની વહેલી શરૂઆત

કેરળ અને મુંબઇ સુધી ચોમાસુ વહેલુ આવ્યા બાદ મુંબઇ થી ચોમાસુ આગળ ધપવાના બદલે ત્યાં અટકી જતા અને નવી કોઇ સિસ્ટમ નહીં બનતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે પખવાડિયાની રાહ જોવી પડશે. આમ દક્ષિણ ગુજરાતમાં 14-15 જુન પછી વરસાદની પધરામણી થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. 

 આ વર્ષે  ચોમાસાની વહેલી શરૂઆત 

હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરનું અધિકતમ તાપમાન 34.2 ડિગ્રી, લધુતમ તાપમાન 29 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા, હવાનું દબાણ 1002.0 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના 12 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. દરમ્યાન આજે દિવસના બપોરના સમયે પ્રતિ કલાક 25 કિ.મી સુધીની ઝડપે પવન ફુંકાયા હતા. દરમ્યાન છેલ્લા ઘણા દિવસોથી વાદળો બંધાય છે અને કેટલાક વિસ્તારોમાં રાત્રીના કે દિવસના પૂરઝડપે પવન ફુંકાવાવની સાથે વરસાદનું જોરદાર ઝાપટુ પડે છે. પરંતુ રેગ્યુલર વરસાદ વરસતો નથી. 

મહરાષ્ટ્રમાં સિસ્ટમ વિખેરાઈ ગઈ

 આ વર્ષે  ચોમાસાની વહેલી શરૂઆત થઇ હતી. અને કેરળમાંથી ચોમાસુ આગળ વધીને મુંબઇ સુધી આવી ચૂકયુ હતુ. પરંતુ મુંબઇથી ગુજરાતમાં જે આગળ વધવુ જોઇતુ હતુ. તે ચોમાસુ આગળ વધવાના બદલે બ્રેક પડી ગયો છે. આ બ્રેક અંગે અરબી સમુદ્વ પર રત્નાગીરી અને મહાબલેશ્વર વચ્ચે એક સિસ્ટમ બની હતી. તે સિસ્ટમના કારણે મુંબઇ, અને મહારાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો. પરંતુ આ સિસ્ટમ ત્યાં જ વિખેરાઇ ગઇ હતી. આથી ચોમાસુ આગળ વધી શકયું નથી. 

હવે અરબી સમુદ્વ પર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ વરસાદ આવશે. આમ દર વર્ષે મે ના એન્ડ માં કે જુનની શરૂઆતમાં વરસાદના ઝાપટા પડતા હોય છે. પરંતુ વિધિવત વરસાદ તો 14 અને 15 જુન પછી જ પધરામણી થતી હોવાથી આ વર્ષે પણ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં રાબેતા સમય મુજબ જ 14 અને 15 મી જુન પછી જ ચોમાસુ દસ્તક દે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. 

આ સમાચાર શેર કરો