Gujarat news: આજથી હાઇસ્કૂલોમાં ધોરણ 9થી 12ની પ્રથમ સત્રાંત પરીક્ષા, રાજ્યની 12 હજાર શાળામાં યોજાશે પરીક્ષા
ગુજરાત શિક્ષણ બોર્ડના કાર્યક્રમ અને નવા પરિપત્ર મુજબ ધોરણ 9થી12ના વિદ્યાર્

ગુજરાત શિક્ષણ બોર્ડના કાર્યક્રમ અને નવા પરિપત્ર મુજબ ધોરણ 9થી12ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષાઓ આજથી શરૂ થશે, ગુજરાત શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ અગાઉ ધોરણ-9થી12ની પરીક્ષા નવરાત્રિ પહેલા એટલેકે 11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન લેવાની હતી. પરંતુ સ્કૂલોની રજૂઆતો બાદ પ્રાથમિક સ્કૂલો સાથે કોમન પરીક્ષા માટે 28 જુલાઈના રોજ બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને 9થી12ની પ્રથમ સત્રાંત પરીક્ષઆ 3 ઓક્ટોમ્બરથી શરૂ કરવા આદેશ કર્યો હતો.
ધોરણ- 9 અને 11ના વિદ્યાર્થીઓને મળશે 2 કલાકનો સમય
ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને મળશે 3 કલાકનો સમય
12 હજાર શાળામાં પરીક્ષા યોજાશે
નવા કાર્યક્રમ મુજબ હવે રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા આજથી શરૂ થશે અને 13 ઓક્ટોમ્બર સુધી યોજાશે. આ પરીક્ષા માટે જુનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ નક્કી કરાયો છે. ગુજરાતની 12 હજારથી વધુ માધ્યમિક અને ઉચ્ચકર માધ્યમિક શાળાઓમાં પરીક્ષા યોજાશે.






