Gujarat news: DGGIના RO વોટર પ્યુરીફાયર બનાવતી કંપનીઓમાં દરોડા, કરોડોની ટેક્સ ચોરી ઝડપાઈ
ગુજરાતમાં પ્રથમ વખત DGGIએ RO વોટર પ્યુરીફાયર બનાવતી કંપની દરોડા પાડ્યા છે. મળતા અહેવાલ પ

ગુજરાતમાં પ્રથમ વખત DGGIએ RO વોટર પ્યુરીફાયર બનાવતી કંપની દરોડા પાડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સાણંદ, થલતેજ સ્થિત કંપનીઓમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે 15 કરોડની ટેક્સ ચોરી DGGIએ કાર્યવાહીમાં ઝડપી પાડી છે.
પાશ્વમ વોટર સોલ્યુશનમાંથી 4.75 કરોડની ટેક્સ ચોરી
એક્સલ વોટર ટેકનોલોજીમાં દોઢ કરોડની ટેક્સ ચોરી
નવકાર વોટર સોલ્યુશનમાથી 8 કરોડની ટેક્સ ચોરી
પાશ્વમ,નવકાર,એક્સલ વોટર સહિતની કંપનીઓમાં મોટા પ્રમાણમાં ટેક્સ ચોરી ઝડપાઈ છે. આ કંપનીઓ બીલ વગર માલનું વેચાણ કરતા હતા અને કરોડોની ટેક્સની ચોરી કરી રહ્યા હતા.
DGGI દ્વારા કરચોરીના તપાસમાં ડિજિટલ પુરાવા,દસ્તાવેજોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. કરચોરી કરતી કંપનીઓના ઘર, ગોડાઉન, અને ઓફિસમાં મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા હતા.








