મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: સચિવાલયમાં મોટી ઉથલ પાથલ: સામાન્ય વહીવટ વિભાગમાં બદલી-બઢતીનો દોર

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિ

Gujarat news:  સચિવાલયમાં મોટી ઉથલ પાથલ: સામાન્ય વહીવટ વિભાગમાં બદલી-બઢતીનો દોર
આ સમાચાર સાંભળો

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલય સેવાઓ હેઠળના વર્ગ-1 સંવર્ગના અધિકારીઓની આંતરિક બદલી, બઢતી અને નવી નિમણૂકના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. સરકારના સંયુક્ત સચિવે 21 મે 2026ના રોજ આ અંગેની સત્તાવાર અધિસૂચના બહાર પાડી હતી. પંકજ રસિકભાઇ સખરેલિયા તપાસ-1 નાં ઉપસચિવ પદ પરથી બદલી કરીને આરટીઆઇ સેલનાં ઉપસચિવ બનાવવામાં આવ્યા છે.

ધર્મેશ પરીખ આરટીઆઇ સેલનાં ઉપસચિવ પદપરથી હટાવી તપાસ-2 ના ઉપસચિવ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત હમિત કુમાર યુરેનસને ચૂંટણી વિભાગના ઉપસચિવ પદ પરથી બદલીને સેવા વિભાગ-3 ના ઉપસચિવ તરીકે બદલી કરવામાં આવ્યા છે. અંકિત પટેલ તાલીમના ઉપસચિવ પદ પરથી આરટીઆઇ સંકલન વિભાગના ઉપસચિવ બનાવાયા છે. 

આ સમાચાર શેર કરો