મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કેન્દ્રીય ગૃહ અને સહાકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લામાં દુધ પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહાકાર મંત્રી અમિત શાહે

કેન્દ્રીય ગૃહ અને સહાકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે નવા સ્થાપિત દુધ પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સહકારી આગેવાનો, દૂધ ઉત્પાદક ખેડૂતો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.અમિત શાહે જણાવ્યું હતું કે, આ નવો પ્લાન્ટ ખેડૂતોને વધુ સારો ભાવ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે. પ્લાન્ટ શરૂ થતાં દૂધના સંગ્રહ અને પ્રોસેસિંગ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. તેમણે સહકારી ક્ષેત્રને ગુજરાતની સૌથી મોટી શક્તિ ગણાવી હતી.

અંદાજિત રૂપિયા ૧૨૮ કરોડના ખર્ચે બનેલા આ અદ્યતન દશેલા દુધ પ્રોસેસિંહ પ્લન્ટની દૈનિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા ૨.૫ લાખ લીટર છે, જેને જરૂર મુજબ પાંચ લાખ લીટર પ્રતિ દિવસ સુધી વિસ્તૃત કરી શકાય છે. જેના કારણે મધુર ડેરી ગાંધીનગર જિલ્લાની સૌથી મોટી સહકારી દૂધ સંઘ તરીકે ઉભરી આવશે. નવીન ડેરી પ્લાન્ટ થકી મધુર ડેરી સાથે સંકળાયેલ દૂધ ઉત્પાદકો તેમજ ગ્રાહકો અનેક ફાયદાઓ થશે. 

આ સમાચાર શેર કરો