VIDEO : સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગે હાઇકોર્ટે AMC અને GPCBને લગાવી ફટકાર
Sabarmati river pollution : સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ

Sabarmati river pollution : સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન-AMC અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-GPCBને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે સાબરમતી નદીમાં પ્રદૂષણ દુર કરવા અંગે આશ્વાસન નથી જોઈતું, પણ નક્કર કામગીરી કરો.
કોર્ટે કહ્યુંકે AMC અને GPCB કોર્ટને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે. આજે પણ ઇન્ડસ્ટ્રીનું ગંદુ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નદીમાં છોડાતા પ્રદૂષિત પાણીનો વિડીયો જોયા બાદ કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી
કોર્ટે નારોલ CETPનું આજે જ ઇન્સ્પેક્શન કરી ઠોસ પગલાં ભરવા GPCBને આદેશ કર્યો છે. 2 ઓગસ્ટ સુધીમાં AMC અને GPCB તથા કોર્ટ મિત્રે પોતપોતાના સોગંદનામાં કરવાના રજૂ રહેશે. આ મામલે વધુ સુનાવણી 2 ઓગસ્ટના રોજ થશે.






