મોટા સમાચાર / 4 જૂને ભાજપ સમગ્ર રાજ્યમાં નહીં કરે વિજયની ઉજવણી, પાટીલે આપ્યાં આ આદેશ
4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. રાજ્યમાં હાલમાં જ રાજકોટમાં અગ્નિકાંડની કરુણ ઘટના

4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. રાજ્યમાં હાલમાં જ રાજકોટમાં અગ્નિકાંડની કરુણ ઘટના ઘટી છે, જેમાં 28 લોકોના મોત થયા છે. આ ઘટનાને અનુસંધાને ભાજપે મોટો નિર્ણય લેતા 4 જૂને સમગ્ર રાજ્યમાં વિજયની ઉજવણી ન કરવાનું નક્કી કર્યું છે. આ માટે સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરના નામે દરેક જિલ્લામાં ભાજપ સંગઠનને આદેશ કરતો પરિપત્ર પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે :
- મતગણતરીના સ્થાનની બહાર, કાર્યાલય ખાતે તેમજ અન્ય જાહેર સ્થળે ફટાકડા ફોડવા નહીં.
- મીઠાઈને વ્યવસ્થા રાખવી નહી અને એકબીજાને મીઠાઈ ખવડાવવી નહીં.
- ફૂલની પાંદડી અને ગુલાલ ઉડાડીને અભિવાદન કરવું નહીં.
- કાર્યકર્તાઓ ટોપી, ખેસ પહેરીને હાથમાં પાર્ટીના ઝંડા સાથે ભારત માતા કી જયના સૂત્ર સાથે વિજયને આવકારે.
- મતગણતરી બાદ વિજેતા ઉમેદવાર ખુલ્લી જીપ કે વાહનમાં વિજય સરઘસ કે રેલી કાઢવી નહી અને ઢોલ- નગારા કે ડીજે - સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરવાની નથી.
- કાર્યાલયમાં રોશની અને સુશોભન કરવું નહીં.
- વિજય થઇ ગયા પછી સન્માન સમારંભના કાર્યક્રમો ટાળવા.






