ગુજરાત ભાજપના નેતાઓ મહારાષ્ટ્ર- જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રચારમાં લાગ્યા
મહારાષ્ટ્ર પછી હવે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓને પ્રચ

મહારાષ્ટ્ર પછી હવે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓને પ્રચારની જવાબદારી સોપવામાં આવી છે. ગુજરાત ભાજપના મહિલા મોરચાની ટીમ જમ્મુ કાશ્મીર પહોંચી છે. મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવા સહિતના પદાધિકારીઓ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે.
ગુજરાત ભાજપના નેતાઓ મહારાષ્ટ્રમાં કરી રહ્યાં છે પ્રચાર
ગુજરાત ભાજપના નેતા અને મંત્રી ઋષિકેશ પટેલ મહારાષ્ટ્રના અમરાવતીમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. મંત્રી જગદીશ વિશ્વકર્મા મુંબઇ ખાતે ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા છે.
ગુજરાત ભાજપના ક્યા નેતાને મળી પ્રચારની જવાબદારી
ગુજરાત ભાજપના 6 નેતાઓને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સોપવામાં આવી છે. ગુજરાત ભાજપના નેતાઓ મુંબઇ, નાસિક અને અમરાવતીમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે.
જમ્મુ કાશ્મીરમાં ક્યારે છે વિધાનસભા ચૂંટણી
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે યોજાશે. જ્યારે મતગણતરી 8 ઓક્ટોબરે થશે.








