ગુજરાત ભાજપે શહેર અને તાલુકા પ્રમુખની કરી જાહેરાત, ટૂંક સમયમાં થશે પ્રદેશ પ્રમુખની પસંદગી
ગુજરાત: ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ ચંપાવત અને મહીસાગરના લ

ગુજરાત: ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ ચંપાવત અને મહીસાગરના લુણાવાડાના તાલુકા પ્રમુખ તરીકે અતુલ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરી છે.
માંડવી શહેર ભાજપ પ્રમુખ તરીકે દર્શનભાઈ ગોસ્વામી, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે શક્તિસિંહ જાડેજા, અંજાર શહેર ભાજપ પ્રમુખ તરીકે હિતેનભાઈ વ્યાસની નિમણુંક કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં આંકલાવ શહેર ભાજપ પ્રમુખ તરીકે મિહિરકુમાર શાહની વરણી કરવામાં આવી છે. આણંદ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે મહિપતસિંહ પરમારની જાહેરાત થઇ છે.
દાહોદ જિલ્લા ભાજપમાં ફતેપુર તાલુકાના પ્રમુખ તરીકે ચિરાગભાઈ બારીયા અને દાહોદ જિલ્લાના દેવગઢબારિયા શહેર ભાજપ પ્રમુખ તરીકે અક્ષરભાઈ ભગતાણીની જાહેરાત થઇ છે.
પોરબંદર શહેર ભાજપ પ્રમુખ તરીકે સાગર રાજેશભાઈ મોદીની નિમણુંક કરવામાં આવી છે.
ખંભાળિયા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કશ્યપ લક્ષ્મણભાઇ આહીર, ઓખા શહેર ભાજપ પ્રમુખ તરીકે સુરેશભાઈ મોહનભાઇ ગોહિલની જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના કોટડાસાંગણી ભાજપ પ્રમુખ તરીકે જતીનભાઇ સીદસર, રાજકોટ તાલુકા પ્રમુખ તરીકે કેયુર ઢોલરીયા અને ગોંડલ શહેર પ્રમુખ તરીકે સમીરભાઈ કોટડિયાની નિમણુંક કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રઘુભાઇ કુકડીયા, મૂળી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ભુપેન્દ્રસિંહ પરમાર, વઢવાણ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ વસવેલીયાની નિમણુંક કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે અનંતકુમાર દલસુખભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી છે.




