ઈ-ચલણના નામે થતી છેતરપિંડીથી બચવા માટે જાહેર કરાઈ ગાઇડલાઇન, ફોનમાં ડાઉનલોડ કરી લો આ એપ્લીકેશન
ટ્રાફિકનું ઈ-ચલણ બાકી હોવાની બનાવટી લીંક મોકલીને ઓનલાઈન છેતરપિંડીના કેસમાં ચિંતાજનક વધારો થતા ગુજર

ટ્રાફિકનું ઈ-ચલણ બાકી હોવાની બનાવટી લીંક મોકલીને ઓનલાઈન છેતરપિંડીના કેસમાં ચિંતાજનક વધારો થતા ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ એક્શન મોડમાં આવ્યું છે. જે અનુસંધાનમાં ગુજરાતના તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓને તાકીદ કરીને ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી છે.
ઈ-ચલણના નામે છેતરપિંડીના કેસથી બચવા માટે ગાઇડલાઇન જાહેર કરાઈ
ઓનલાઈન છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા ટ્રાફિક વિભાગના ઈ-ચલણના નામે લીંક મોકલીને છેતરપિંડી કરવાના કેસમાં છેલ્લા ઘણા સમયથી વધારો થયો છે. જેમાં વોટ્સએપ અને મેસેજથી વિવિધ RTO ઈ-ચલણને લગતી એપીકે ફાઈલ મોકલવામાં આવે છે. જેથી કોઈ વ્યક્તિ ફાઈલ ડાઉનલોડ કરે તો ફોનનો કંટ્રોલ ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગ પાસે આવી જાય છે અને તે બેન્કમાંથી નાણા ખાલી કરી દે છે. આ પ્રકારની છેતરપિંડીના કિસ્સામાં વધારો થતા સ્ટેટ સાયબર ક્રાઈમ અને અન્ય એજન્સીઓ એલર્ટ થઈ છે.
ફોનમાં કવચ 2.0 એપ્લીકેશન ડાઉનલોડ કરી શંકાસ્પદ ફાઈલ સ્કેન કરવા માટે તાકીદ
જે અનુસંધાનમાં સ્ટેટ સાયબર ક્રાઈમના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ ગુજરાતના તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરને પત્ર પાઠવીને તેમના જિલ્લા અને શહેરમાં ઈ-ચલણની બોગસ લીંકથી લોકોને જાગૃત રહેવા માટે મહત્ત્વની ગાઇડલાઇન આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વોટ્સએપ કે મેસેજ પર આવતી RTO ચલણની એપીકે ફાઈલ પર ક્લીક ન કરવું અને તેને તાત્કાલિક ડીલીટ કરવી. સાથેસાથ ગુગલ પ્લે પ્રોટેક્શન ઓન રાખવું. તેમજ ફોનમાં કવચ 2.0 એપ્લીકેશન પણ ડાઉનલોડ કરીને રાખવી. જે શંકાસ્પદ ફાઈલને સ્કેન કરે છે અને મોબાઈલ ફોનમાં ઈન્સ્ટોલ નથી કરવા દેતી. આ ગાઇડલાઇનનું તમામ લોકો પાલન કરે તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી ખાસ તાકીદ કરવામાં આવી છે.





