મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: સોસાયટીમાં ભજન ગાતી મહિલાઓ પર હુમલો, પોલીસ તપાસ શરુ

Ahmedabad અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન ગાતી મહિલાઓ પર કેટલાક યુવકોએ માર

Ahmedabad: સોસાયટીમાં ભજન ગાતી મહિલાઓ પર હુમલો, પોલીસ તપાસ શરુ

Ahmedabad  અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન ગાતી મહિલાઓ પર કેટલાક યુવકોએ મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. યુવકોએ હુમલો કરતાં કેટલીક મહિલાઓને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં મારામારીની ઘટનાને લઈને પીડિતો ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, વસ્ત્રાલમાં આવેલી શ્રીધર સ્પર્શ સોસાયટીના કૃષ્ણ મંદિરે રોજ ભજન મંડળીનો કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે ભજન ગાતી મહિલાઓ પર સોસાયટીના જ કેટલાક યુવકોએ હુમલો કર્યો હતો. જ્યારે અગાઉ પણ સોસાયટી થતાં ભજનને લઈને તકરાર થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુવકો ક્યાં કારણોસર મહિલાઓ પર હુમલો કર્યો છે, તેને લઈને કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હુમલાની ઘટનાને લઈને ઓઢવ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો