VIDEO/ Ahmedabadની શાળાઓમાં બાળકોના આહારમાં 13 ટકા સુગર આવતા DEOની નોટિસ
Ahmedabad News: અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં વિવિધ શાળાઓમાં થયેલા સર્વે અનુસાર
Ahmedabad News: અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં વિવિધ શાળાઓમાં થયેલા સર્વે અનુસાર બાળકોના આહારમાં 13 ટકાથી વધુ સુગર હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે શાળાઓમાં સુગર બોર્ડ લગાવવા શહેર DEOએ પરિપત્ર જાહેર કર્યો છે.
અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ આ અંગે માહિતી આપી હતી. બાળકોએ લીધેલા આહારમાં 5 ટકા સુગર હોવી જોઈએ એ 13 ટકાથી વધુ હોવાનું સામે આવ્યું છે. મોટા બાળકોમાં પણ સુગરનું લેવલ વધુ જોવાનું સર્વેમાં ચોકાવનારો ખુલાસો થયો છે. સમગ્ર મામલે NEP 2020 અંતર્ગત DEOએ પરિપત્ર જાહેર કર્યો છે.




