ગુજરાતના પ્રખ્યાત 36 કોચિંગ ક્લાસ પર GSTના દરોડા, 7 કરોડથી વધુની કરચોરી પકડાઈ
રાજ્યના વિવિધ શહેરોમાં GST અધિકારીઓએ કોચિંગ ક્લાસના 36 ઠેકાણાઓ પર પાડેલા દરોડામાં રૂપિયા 7.49 કરોડની GST

રાજ્યના વિવિધ શહેરોમાં GST અધિકારીઓએ કોચિંગ ક્લાસના 36 ઠેકાણાઓ પર પાડેલા દરોડામાં રૂપિયા 7.49 કરોડની GST ચોરી પકડી પાડવામાં સફળતા મેળવી છે. બીજી જાન્યુઆરીના રોજ પાડવામાં આવેલા આ દરોડામાં ટેક્સના દર વધુ હોવા છતાં ઓછા દર્શાવાવમાં આવ્યા છે.
ઈનપુટ ટેક્સ ક્રેડિટ પણ લીધી હોવાનું જાણવા મળ્યું
તેની સામે કેટલાક કોચિંગ ક્લાસ ચલાવનારાઓએ ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ પણ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે, તેમના ચોપડાઓમાં ન લીધા હોય તેવા કિસ્સાઓમાં પણ ફી વસૂલીને તેના પર જીએસટી એકત્રિત કરવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું છે.
7.49 કરોડની કરચોરી કરી
આ કોચિંગ ક્લાસમાં કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેમણે બધાંએ મળીને 7.49 કરોડની કરચોરી કરી છે. જોકે તેમના માટે કુલ GST ભરવાની જવાબદારી રૂપિયા 11.33 કરોડ સુધી આવી રહી છે.
આ પણ વાંચો: VIDEO: વડોદરા પોલીસે છરા અને પિસ્તોલ સાથે કુખ્યાત બે આરોપીઓને દબોચ્યા, જાણો શું છે સમગ્ર મામલો
GST અધિકારીઓએ અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર, ગોધરા, જૂનાગઢ, રાજકોટ, મહેસાણા, પાલનપુર, સુરેન્દ્રનગર, સુરત, વલસાડ, વડોદરાના કોચિંગ સેન્ટરો પર દરોડા પાડ્યા હતા.






