બચુ ખાબડના પુત્ર સામે GST વિભાગની કાર્યવાહી, બળવંત ખાબડની મિલકતો પર બોજો દાખલ
દાહોદના મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના પુત્રોની સંડોવણી બાદ હવે જીએસટી વિભાગે બચુ ખાબડના પુત્ર પર કાર્યવાહી કર

દાહોદના મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના પુત્રોની સંડોવણી બાદ હવે જીએસટી વિભાગે બચુ ખાબડના પુત્ર પર કાર્યવાહી કરી છે. બળવંત ખાબડની મિલ્કતો પર જીએસટી વિભાગે બોજો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર ગોધરા નજીક વાવડી બુઝર્ગ વિસ્તારમાં બળવંત ખાબડની ચાર મિલ્કતો પર જીએસટી વિભાગે બોજો દાખલ કર્યો છે. શ્રીરાજ કન્ટ્રક્શન દ્વારા મનરેગામાં કરચોરી અને નાણાંકીય અનિયમિતતા મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




