Panchmahalમાં ભાજપ જિલ્લા સંગઠનની રચના માટે કરાઈ સેન્સ પ્રક્રિયા
પંચમહાલ જિલ્લામાં ભાજપ જિલ્લા સંગઠનની નવરચના હેતુ સેન્સ લેવા માટે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોન

પંચમહાલ જિલ્લામાં ભાજપ જિલ્લા સંગઠનની નવરચના હેતુ સેન્સ લેવા માટે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોની સ્થાનિક આગેવાનો સાથે બેઠક મળી હતી. આ બેઠક ગોધરાના ગદૂકપુર ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી. રણજીત ભાઇ ચીમના અને મારુતિ સિંહ અટોદરિયાએ પ્રદેશમાંથી નિરીક્ષક તરીકે પંચમહાલ જિલ્લાના ભાજપ જિલ્લા સંગઠન ની રચના માટેના સેન્સ લીધા હતા. ત્યારે આ બેઠકમાં લોકસભાના સાંસદ રાજપાલ સિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડૉ જસવંતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમાર, ફતેસિંહ ચૌહાણ, સીકે રાઉલજી,તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા



