મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Idar: GSRTC ડ્રાઇવરની બેદરકારી, બસ રિવર્સ લેતા પેસેન્જરનો પગ કચડાયો, યુવક ગંભીર ઇજાગ્રસ્ત

ઇડર બસ સ્ટેન્ડ પર આજે GSRTC ડ્રાઇવરની ગંભીર બેદરકારીને ક

Idar: GSRTC ડ્રાઇવરની બેદરકારી, બસ રિવર્સ લેતા પેસેન્જરનો પગ કચડાયો, યુવક ગંભીર ઇજાગ્રસ્ત

ઇડર બસ સ્ટેન્ડ પર આજે GSRTC ડ્રાઇવરની ગંભીર બેદરકારીને કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસ સ્ટેન્ડ પર બસ રિવર્સ લેતી વખતે એક પેસેન્જર યુવકનો પગ બસ નીચે આવી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અકસ્માતની વિગતો

પ્રાપ્ત માહિતી અનુસાર, GSRTCના એક ડ્રાઇવરે બસને બેફામ રીતે રિવર્સ લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બસ સ્ટેન્ડ પર ઊભેલા એક યુવકનો પગ કચડાઈ ગયો. આ અકસ્માતને પગલે યુવકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકો અને મુસાફરોમાં આ ઘટનાથી ભારે રોષ ફેલાયો હતો. 

ઘટના બન્યા બાદ તાત્કાલિક 108  એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત યુવકને પ્રથમ સારવાર માટે ઈડર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત સર્જાયા બાદ પણ બસ સ્ટેન્ડ પર અધિકારીઓનું ધ્યાન ન દોરાયું હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો