VIDEO : ગાંધીનગરમાં નબીરાઓ બેફામ, 15થી વધુ વાહનો એક સાથે ચલાવી રીલ્સ બનાવી રસ્તો બ્લોક કર્યો
Gandhinagar News : ગાંધીનગર શહેરમાં માલેતુજાર પરિવારના નબીરાઓ બેફામ બન્યા છે. માલેતુજાર

Gandhinagar News : ગાંધીનગર શહેરમાં માલેતુજાર પરિવારના નબીરાઓ બેફામ બન્યા છે. માલેતુજાર પરિવારના નબીરાઓએ જાહેર રોડ પર એક બે નહી પરંતુ 15થી વધુ વાહનો એક સાથે ચલાવીને રસ્તો જાણે કે બ્લોક કરી દીધો. રિલ્સ બનાવવાની લ્હાયમાં બેફામ નબીરાઓની કરતૂત સામે પાટનગરની પોલીસ જાણેક મુક પ્રેક્ષક હોય તેમ જોવા મળી. આ વીડિયો સામે આવ્યા બાદ ઈન્ફોસિટી પોલીસે બે કાર અને ચાર લોકોની અટકાયત કરીને ખુશ કરીને સંતોષ માન્યો અને તપાસ હાથ ધરી છે.
અમદાવાદના તથ્યકાંડની ઘટના બાદ પણ નબીરાઓની રેસનો વીડિયો સામે આવતા ગાંધીનગર પોલીસ કંઈ શીખી હોય તેમ લાગી નથી. ગાંધીનગરમાં કરોડોના ખર્ચે બનેલા ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના આઈકોનિક રોડ પર 10થી વધુ લક્ઝરી કારનો કાફલો દોડાવ્યો હતો. નબીરાઓએ 'અમે કાયર નથી, ફાયર છીએ...' સોંગ પર રિલ્સ બનાવી હતી. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.




