AHMEDABAD : સરસપુરમાં જૂથ અથડામણ, ઘર સળગાવવાનો પ્રયાસ, 3 વિરુદ્ધ FIR
અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સરસપુરમાં રાત્રી દરમિયાન બે જૂથ વચ્ચે ઘર્ષણની ઘટ

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સરસપુરમાં રાત્રી દરમિયાન બે જૂથ વચ્ચે ઘર્ષણની ઘટના બની, જેમા ઘર સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
સરસપુરમાં રમણલાલ ડાહ્યાલાલની ચાલીમાં રહેતા ઝહીર શેખે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, દોઢ મહિના અગાઉ તેમની પાડોશમાં રહેતા સંદીપ રાઠોડ નામના વ્યક્તિ પર છરાથી હુમલો થયો હતો. જે ગુનામાં તેનો નાનોભાઈ ઝકીન સામેલ હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી.
ફરિયાદીનો ભાઈ ઝકીન દારૂના વેપાર સાથે સંકળાયેલ હતો, જેથી તેને શંકા હતી કે દારૂનો ધંધો તોડવા માટે સંદીપ રાઠોડ પોલીસને માહિતી આપે છે. જેથી સંદીપ અને તેના મિત્રો પર હુમલો કર્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ થતા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આબાબતની અદાવત રાખીને સંદીપે રાઠોડે શનિવારે રાત્રે ફરિયાદી ઝહિર અબ્બાસના ઘરે હુમલો કર્યો. રાત્રે થયેલ હુમલા મામલે ત્રણ સામે ફરિયાદ દાખલ થઈ છે. સંદીપ રાઠોડના ભાઈ પરેશ, શૈલેષ અને કાલુએ તલવાર અને પાઇપથી હુમલો કર્યો હતો. 6 જેટલા અજાણ્યા ઈસમોએ મકાન પર જવલનશીલ પદાર્થ ભરેલી બોટલો ફેંકી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા રાત્રે પેટ્રોલિંગ માટે પહોંચી હતી અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને પગલે સેક્ટર 2 ઈન્ચાર્જ જેસીપી નીરજકુમાર બડગુજરે પણ ઘટના સ્થળે મુલાકાત લઈ જરૂરી કાર્યવાહીની આદેશ કર્યા હતા.








