મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વાવ-થરાદમાં ધ્વજવંદન કર્યું, પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

ગુજરાત સહિત દેશભરમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

Gujarat news:  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વાવ-થરાદમાં ધ્વજવંદન કર્યું, પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

ગુજરાત સહિત દેશભરમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આજે રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી નવા બનેલા જિલ્લામાં થઈ રહી છે. વાવ-થરાદમાં આ ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ  રાજ્યભરમાં ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

રાજ્ય કક્ષાની નવા જિલ્લામાં થઈ ઉજવણી

 હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.મળતા અહેવાલ પ્રમાણે   ધ્વજવંદન બાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા વિવિધ પરેડ અને કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. રાજ્ય કક્ષાની ઉજવણીમાં ગુજરાત પોલીસના 1600 જેટલા જવાનોએ 22 પ્લેટમાં પોલીસ પરેડમાં ભાગ લીધો છે.

વાવ-થરાદમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી

વાવ-થરાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાવ્યું હતું. ધ્વજવંદન દરમિયાન આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગુજરાત પોલીસના 1600 જેટલા જવાનોએ 22 પ્લાટુનમાં વિભાજિત થઈને શિસ્તબદ્ધ પરેડ રજૂ કરી તિરંગાને સલામી આપી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ આપી છે.તેમણે જણાવ્યું છે કે, 'સૌ નાગરિકોને 77મા પ્રજાસત્તાક પર્વની અનેકાનેક શુભકામનાઓ. આ પાવન અવસરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર ક્રાંતિવીરો અને ભારતીય લોકશાહીના પાયા સમાન બંધારણના ઘડવૈયાઓને વંદન. વિકસિત ભારત @ 2047 ના લક્ષ્ય તરફ દેશ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. આવો, આપણે સૌ એકતા અને સમરસતાના તાંતણે બંધાઈને 'રાષ્ટ્ર પ્રથમ' ની ભાવના સાથે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીએ અને ભારતને વિશ્વના શિખર સ્થાને બિરાજમાન કરવાના પુરુષાર્થમાં સહભાગી બનીએ.'

આ સમાચાર શેર કરો