મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટીદાર આંદોલનકારીઓ પર થયેલા રાજદ્રોહ કેસને પરત ખેંચવાની સરકારની દરખાસ્તને મંજૂરી

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસો અંગે મોટી રાહતના સમાચા

પાટીદાર આંદોલનકારીઓ પર થયેલા રાજદ્રોહ કેસને પરત ખેંચવાની સરકારની દરખાસ્તને મંજૂરી

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસો અંગે મોટી રાહતના સમાચાર આવ્યા છે. હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ અને કેતન પટેલ સહિતના આંદોલનકારીઓ પર થયેલા રાજદ્રોહ કેસને પરત ખેંચવાની સરકારની દરખાસ્તને મંજૂરી મળી છે..

10 વર્ષ પહેલા રાજ્યમાં પાટીદાર આંદોલન થયું હતું. ત્યારે તે સમયે ગુજરાત રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. આ આંદોલનના પડઘા હાઇકમાન્ડ સુધી જોવા મળ્યા હતા. તે સમયે રાજ્ય સરકારે અનામત આંદોલન સાથે જોડાયેલા કેટલાક પાટીદાર નેતાઓ સામે રાજદ્રોહ સહિતના કેસો દાખલ કર્યા હતા. જેને હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે. 

શું હતો સમગ્ર મામલો?

ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતાં. આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતાં. જોકે, આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ, આંદોલનના 10 વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા નહતાં.

આ સમાચાર શેર કરો