મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખ્યાતિ કાંડ બાદ બદનામીથી બચવા સરકારના હવાતિયાં! સુરતની સનસાઈન ગ્લોબલને કરી સસ્પેન્ડ

સરકારની યોજનાઓનો ગેર ઉપયોગ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થતો હતો. જેથી રાજ્ય સરકારની ભારે બદનામી

ખ્યાતિ કાંડ બાદ બદનામીથી બચવા સરકારના હવાતિયાં! સુરતની સનસાઈન ગ્લોબલને કરી સસ્પેન્ડ

સરકારની યોજનાઓનો ગેર ઉપયોગ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થતો હતો. જેથી રાજ્ય સરકારની ભારે બદનામી થઈ હતી. ચોમેરથી લોકોના આરોગ્ય અને સરકારને ચુનો લગાવનારી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી હતી. ત્યારે છેવટે નાક બચાવવા સરકારે રાજ્યભરની હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલને પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃખ્યાતિ સહિત રાજ્યની સાત હોસ્પિટલો સસ્પેન્ડ, 4 ડોક્ટરો સામે કાર્યવાહી

રાજ્યભરમાં કાર્યવાહી

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. પીએમજેવાય યોજનામાંથી ખ્યાતિ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે પીએમજેવાય યોજનામાંથી રાજ્યભરની સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે. જેમાં અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટની 1-1 તથા ગીર સોમનાથની હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે.

દર્દીઓ મૂંજવણમાં

સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. જેથી સુરતના આરોગ્ય જગતમાં ખળખળાટ મચી જવા પામ્યો છે. સુરતના તબીબી આલમની સાથે સાથે દર્દીઓમાં પણ આ સમાચારને લઈને એક પ્રકારનો પ્રત્યાઘાત જોવા મળ્યો હતો. ઘણા દર્દીઓ હાલ હોસ્પિટલમાં સેવા લઈ રહ્યા છે. તેમને શું કરવું તેને લઈને મૂંજવણ અનુભવી હતી.

આ સમાચાર શેર કરો