VIDEO: સુરતના નાસીરનગર ખાતે ભૂતિયા ડિમોલિશન મામલે સરકાર એક્શનમાં, રેન્જ IG મારફતે અપાયા ગુપ્ત તપાસના આદેશ
સુરતના નાસીરનગર ખાતે થયેલા ભૂતિયા ડિમોલિશન મામલે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં


સુરતના નાસીરનગર ખાતે થયેલા ભૂતિયા ડિમોલિશન મામલે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવતા મોટા ગજાના અધિકારીઓ અને પદાધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોઈના ઈશારે હાથો બનીને કરાયેલી આ કાર્યવાહીનો મુદ્દો ગાંધીનગર પહોંચતા ગૃહ વિભાગ દ્વારા સુરત પોલીસને બાકાત રાખી રેન્જ આઈ.જી. મારફતે અત્યંત ગુપ્ત તપાસના આદેશ અપાયા છે.
આ વિવાદના પગલે સુરતના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓને તાકીદે ગાંધીનગર તેડાવી બંધ બારણે પૂછપરછ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અગાઉ ધારાસભ્ય વિનુ મોરડીયાએ પણ આ ડિમોલિશન મહાનગરપાલિકા દ્વારા ન થયું હોવાનો દાવો કરી તપાસની માંગ કરી હતી, ત્યારે હવે પોલીસ અને પાલિકા વચ્ચેની કહેવાતી 'સોપારી'ની કડીઓ શોધવા સરકાર કડક વલણ અપનાવી રહી છે.




