VIDEO: નાસીનગર ભૂતિયા ડિમોલિશન કાંડમાં તપાસના નામે તંત્રનું મૌન, ઉઠ્યા ગંભીર સવાલો
સુરતના નાસીરનગર ખા


સુરતના નાસીરનગર ખાતે થયેલા વિવાદાસ્પદ ભૂતિયા ડિમોલિશન મામલે સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલના બે દિવસ પહેલાના તપાસના આદેશ છતાં SMCના અધિકારીઓએ તપાસ શરૂ ન કરતા ગંભીર સવાલો ઉઠ્યા છે. બુલડોઝરની કાર્યવાહી બાદ અસરગ્રસ્તોમાં ભારે રોષ છે, જેઓ રાત્રે ખુલ્લામાં સૂવા મજબૂર બની ન્યાયની માંગ કરી રહ્યા છે. આ તપાસ માત્ર કાગળ પર રહેશે કે દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી થશે તે સવાલ યથાવત છે.




