VIDEO : Surat ડિમોલિશન વિવાદ, મોટા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે 100 મકાનો જમીનદોસ્ત કરાયાની ચર્ચાથી ખળભળાટ
સુરતના વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિર નગર વિસ્તારમાં ગત 29 અને 30 મે,

સુરતના વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિર નગર વિસ્તારમાં ગત 29 અને 30 મે, 2026ના રોજ 100 જેટલા મકાનો પર ફેરવી દેવાયેલું બુલડોઝર ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન સાબિત થઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ કોઈ સસ્પેન્સ ફિલ્મ જેવો જણાઈ રહ્યો છે. જેમાં આક્ષેપ થઈ રહ્યો છે કે એક મોટા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અને ગેસ એજન્સીને સીધો ફાયદો કરાવવા માટે ૧૦૦થી વધુ પરિવારોના આશિયાના છીનવી લેવાયા છે. ગૂગલ મેપ અને સ્થળ તપાસના આધારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સૌરાષ્ટ્રના બે બિલ્ડરો અને એક નામાંકિત ગ્રુપના પાર્ટનર્સ દ્વારા આખો રસ્તો ક્લિયર કરવા માટે આ ભૂતિયા ડિમોલિશનનો કારસો ઘડવામાં આવ્યો છે.




