2 કરોડનું નુકસાન, વિરમગામના ગોડાઉનમાં સરકારી ડાંગરના 28000 કટ્ટા પલળી ગયા
અમદાવાદના વિરમગામમાં આવેલા એક ખાનગી ગોડાઉનમાં સરકારી ડાંગરનો મોટો જથ્થો પાણી ભરાતા પલળીને સડી ગયો જ

અમદાવાદના વિરમગામમાં આવેલા એક ખાનગી ગોડાઉનમાં સરકારી ડાંગરનો મોટો જથ્થો પાણી ભરાતા પલળીને સડી ગયો જેના કારણે સરકારી તિજોરીને 2 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અમદાવાદ જિલ્લા પુરવઠા અધિકારીના કહેવા પ્રમાણે 28000 કટ્ટા પલળી ગયા છે અને 2 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
વિરમગામમાં બાયપાસ રોડ પર આવેલ બીલ્ડવેલ કોર્પોરેશન નામના ખાનગી ગોડાઉનમાં સરકારી ડાંગરનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આ ડાંગર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવ્યાં હતા અને બાદમાં અહીં સ્ટોર કરવામાં આવ્યાં હતા.
ભારે વરસાદને કારણે આ ગોડાઉનમાં રાખવામાં આવેલા સવા બે લાખ ડાંગરના કટ્ટાનામાંથી મોટો જથ્થો પાણીમાં પલળી ગયો અને ડાંગરમાં ફૂગ લાગી ગઈ છે.
હાલ આ ગોડાઉનમાંથી સારા ડાંગરનો જથ્થો સાણંદ ખાતે આવેલા પેસિફિક પાઈપ્સ ઇન્ડ્રસ્ટ્રીસ લી. ખાતે ખસેડાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.






