મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપમાં લેટરવોર: ધારાસભ્યોના બેબાક બોલ સામે સરકાર-પક્ષ મૌન, ધારાસભ્યોએ પત્રોમાં લખ્યું ગુજરાતમાં અધિકારી રાજ

ગુજરાતમાં અંદરખાને રાજકીય સ્થિતિ ડખળવખળ રહી છે. સરકારની નિષ્ક્રિયતાને લીધે પ્રજાના કામ થતાં નથ

ભાજપમાં લેટરવોર: ધારાસભ્યોના બેબાક બોલ સામે સરકાર-પક્ષ મૌન, ધારાસભ્યોએ પત્રોમાં લખ્યું ગુજરાતમાં અધિકારી રાજ

ગુજરાતમાં અંદરખાને રાજકીય સ્થિતિ ડખળવખળ રહી છે. સરકારની નિષ્ક્રિયતાને લીધે પ્રજાના કામ થતાં નથી, જેના કારણે ખુદ ભાજપના ધારાસભ્યો જ બરોબરના અકળાયાં છે. આ જોતા શાસક પક્ષના ધારાસભ્યોએ રજૂઆતના નામે પત્ર લખીને સરકારની આબરુને ધુળ ધાણી કરવા માંડી છે. લેટરવોર  બરાબરનો જામ્યો છે, ત્યારે સ્થિતિ એટલી હદે નાજુક છે કે ધારાસભ્યોના બેબાક બોલ સામે આજે સરકાર કે પક્ષ એક હરફ ઉચ્ચારી શકે તેમ નથી.

પત્ર લખીને સરકારની આબરુને ધુળ ધાણી કરી

શિસ્તબદ્ધ પક્ષ ભાજપની પ્રદેશ નેતાગીરીની પણ ચિંતા વધી છે કેમકે ધારાસભ્યો હવે પક્ષની ધરામાં રહ્યા નથી. ભાજપ અને સરકાર વચ્ચે સમન્વય રહ્યો નથી તેવું ચિત્ર ઉપસ્યું છે કેમકે ધારાસભ્યો બેબાક બોલ સાથે સરકાર વિરોધી નિવેદનો કે રજૂાત કરી રહ્યા છે છતાંય કોઈ બોલનાર નથી. એકાદ બે નહીં, અત્યાર સુધીમાં તો કેટલાંય ધારાસભ્યો સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરતાં પત્ર લખી ચૂક્યાં છે.

કુમાર કાનાણી- સુરતમાં ખાડી પુરની સમસ્યાનો ઉકેલ નહી આવે તો ના છૂટકે આંદોલનમાં જોડાવવું પડશે.

સંજય કોરડિયા- કોઈ અધિકારી કામ માટે રૂપિયા માંગે તો મારી પાસે આવજો.

યોગેશ પટેલ- જીલ્લા કલેક્ટર કચેરીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે, સરકારનું નિયંત્રણ જ નથી.

કેતન ઈનામદાર- વિધવા બહેનોની જમીનમાં બોગસ ખેડૂતો ઘૂસ્યાં છે, છતાં તંત્ર તમાશો જુએ છે. 

અમુલ ભટ્ટ- ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે.

ધારાસભ્યોએ પત્રોમાં લખ્યું ગુજરાતમાં અધિકારી રાજ

ડી.કે. સ્વામી- સ્થાનિક હોસ્પિટલમાં દર્દીઓને ગુણવત્તાસભર સારવાર મળતી જ નથી.

જે.વી.કાકડિયા- વન વિભાગની નિષ્ક્રિયતાને લીધે બાળસિંહોના મૃત્યું થયા.

હિરા સોલંકી- સિંહના મૃત્યુ માટે વન વિભાગના અધિકારીઓ જ જવાબદાર છે.

મનુભાઈ પટેલ- ગરીબ કારીગરો પાસે લુંટારા દાદાગીરીથી રૂપિયા ઉઘરાવે છે.

અભેસિંહ તડવી- સરકારી હોસ્પિટલોમાં એક્સ રે મશીનો ધૂળ ખાય છે, આરોગ્ય વિભાગ ડીંગો હાંકે છે.

હાર્દિક પટેલ-  જો ગટરની સમસ્યાનો હલ નહી આવે તો મારે ના છૂટકે આંદોલનમાં જોડાવું પડશે. 


અરવિંદ લાડાણી- માણાવદરમાં હરતી ફરતી કલબ ધમ ધમે છે, પોલીસનો મહિને 70 હજારનો હપ્તો

જનક તળાવિયા- દામનગર પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર જુગારધામ છતાંય પોલીસ કંઈ કરતી નથી.

ધારાસભ્યો અને સાસંદોએ સરકાર સામે મોરચાં માંડ્યા

ધારાસભ્યો અને સાસંદોએ સરકાર સામે મોરચાં માંડ્યા છે, જેમકે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ એવો આક્ષએપ કર્યો છે. એક રૂપિયાના કામમાં માત્ર 30 પૈસાનું જ કામ થાય છે, તેમાં રોડ રસ્તાના કામોમાં તો ભરપુર ખાયકી થઈ રહી છે. આ ઉરાંત સાંસદ મનસુખ વસાવાએ પણ ટેન્ડરોમાં મોટાપાયે ગોઠવણ થઈ રહી હોવાનો આક્ષેપ કરીને સરકારને કઠેડામાં ઉભી રાખી દીધી હતી. 

કમલમમાં આદેશને ધારાસભ્યો જાણે ધોળીને પી ગયાં

માત્ર ધારાસભ્યો જ નહી, ભાજપના સાંસદોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે જેમકે, પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ એવો આક્ષેપ કર્યો છેકે, એક રૂપિયાના કામમાં માત્ર 30 પૈસાનું જ કામ થાય છે. તેમાં રોડ રસ્તાના કામોમાં તો ભરપુર ખાયકી થઈ રહી છે જેના કારણે રસ્તાની ગુણવત્તા જળવાતી નથી. આ ઉપરાંત સાંસદ મનસુખ વસાવાએ પણ ટેન્ડરોમાં મોટાપાયે ગોઠવણ થઈ રહી હોવાનો આક્ષેપ કરીને સરકારને કઠેડામાં ઊભી કરી દીધી હતી. આમ, પ્રજાના કામો ન થતાં ભાજપના ધારાસભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી અકળાયા છે. રજૂઆતના પત્ર વાઈરલ કરી ધારાસભ્યો સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા મેદાને પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. શિસ્તના લીરેલીરા ઉડી રહ્યાં છે તેમ છતાંય ધારાસભ્યો બેબાક બોલ બોલી રહ્યાં છે. કમલમમાં આદેશને ય ધારાસભ્યો જાણે ધોળીને પી ગયાં છે. પ્રજાલક્ષી કામો ન થતાં ધારાસભ્યોની અકળામણ વધી છે કેમકે, વિસાવદર વાળી થવાનો ડર પેઠો છે.

આ સમાચાર શેર કરો