Video: ગુજરાતની શાળાઓમાં બિનઅધિકૃત પ્રવેશ પર સરકારે મૂક્યો કડક પ્રતિબંધ

વડોદરા સહિત સમગ્ર ગુજરાતની શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રથી શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી છે. વિદ્યાર્થીઓ અને શાળાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર રોક લગાવવાના હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા નિયમ અનુસાર, શાળા પરિસરમાં પ્રવેશતા પહેલાં હવે આચાર્ય કે જવાબદાર શિક્ષકની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનશે. પરવાનગી વગર શાળામાં પ્રવેશ કરનાર તેમજ કેમ્પસની અંદર વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરનાર ઈસમો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ કડક જોગવાઈ કરવામાં આવી છે. સરકારના આ પગલાથી શાળાના વાતાવરણમાં શિસ્ત અને સુરક્ષા વધુ મજબૂત બનશે.








