મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ : ઘોઘમ્બાના ગોઠ ગામની પ્રાથમિક શાળા સરકારે બંધ કરી દીધી, જાણો શું છે કારણ

Panchmahal News : પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના ગોઠ ગામની પ્રાથમિક શાળાને સરકારે તાળા મારી દીધા છે.

પંચમહાલ :  ઘોઘમ્બાના ગોઠ ગામની પ્રાથમિક શાળા સરકારે બંધ કરી દીધી, જાણો શું છે કારણ

Panchmahal News : પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના ગોઠ ગામની પ્રાથમિક શાળાને સરકારે તાળા મારી દીધા છે. ગોઠ ગામ ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ કવિ જયંત પાઠકનું વતન હોવાથી સરકારે આ ગામની પ્રાથમિક શાળાનું નામકરણ તેમના નામે કર્યું હતું.  કવિ જયંત પાઠક પંચમહાલમાં ઘોઘમ્બાના ગોઠ ગામમાં જન્મ્યા હતા. તેઓનું બાળપણ પણ ગોઠ ગામમાં જ વીત્યું હતું. જયંત પાઠક તેમજ તેમના ભાઈ કવિ રમણ પાઠક બંનેએ જ્યાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો ત્યાંની શાળાને કવિ જયંત પાઠક પ્રાથમિક શાળા નામ આપવામાં આવ્યું હતું. જો કે હવે સરકારે આ શાળાને બંધ કરી દીધી છે. 

વિદ્યાર્થીઓ ન મળતા શાળા બંધ કરવાનો નિર્ણય 

શિક્ષણ વિભાગ દ્વારા એક તરફ પ્રવેશમહોત્સવ યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાઓ સુધી લાવવા માટે અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે બીજી તરફ હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. જેમાં ગોઠ ગામની કવિ જયંત પાઠક પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓના અભાવે બંધ કરી દેવામાં આવી છે. પ્રાથમિક શાળાને જોઈએ તેટલા વિદ્યાર્થીઓનો પ્રવેશ ન થઇ શકતા શિક્ષણ વિભાગે તે પ્રાથમિક શાળાને બંધ કરી દેવા માટે હુકમ કર્યો હતો. 

ગોઠ પ્રાથમિક શાળાને કવિ જયંત પાઠકનું નામ આપવામાં આવ્યું થાયરે નેતાઓએ ભાષણ આપ્યા હતા, જેમાં અનેક વચનો આપવામાં આવ્યા હતા. પરંતુ તેની સામે શાળામાં વિદ્યાર્થીઓ ન મળતા ગોઠ સરકારી પ્રાથમિક શાળાને બંધ કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગના નિર્ણય સામે સ્થાનિક લોકોમાં આશ્ચર્ય સાથે દુઃખની લાગણી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો