વિસાવદરની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ગોપાલ ઈટાલિયાને વિધાનસભામાં મળશે મોટું પદ
વિસાવદરની પેટાચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે ત્યા

વિસાવદરની પેટાચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે ત્યારે હવે વિધાનસભામાં સરકાર સામે આક્રમકતાથી ભીડવા માટે ઇટાલિયાને મેદાને ઉતારવા તૈયારી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં આપનું નેતાપદ અપાશે તેવી શક્યતા જોવાઇ રહી છે.
આપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધીને પાંચ થયું
જ્યારે ઉમેશ મકવાણા પાસેથી દંડકપદ છીનવી લેવાય તેવી શક્યતા, ચૈતર વસાવાને દંડક બનાવાશે તેવું સૂત્રો કહે છે. વિસાવદરની પેટાચૂંટણીમાં ઇટાલિયાની જીત બાદ વિધાનસભામાં આપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધીને પાંચ થયું છે. આપના પાંચ ધારાસભ્યો પૈકી ચૈતર વસાવા જ નહી, ગોપાલ ઇટાલિયા પણ આક્રમક નેતા તરીકે ઉભરી આવ્યાં છે.
પાર્ટીના ધારાસભ્યોનું મનોબળ પણ વધ્યું
ગુજરાત વિધાનસભામાં આપનું પ્રતિનિધિત્વ વધતાં પાર્ટીના ધારાસભ્યોનું મનોબળ પણ વધ્યું છે. સૂત્રોના મતે, આપનું કેન્દ્રીય નેતાગણ વિચારી રહ્યું છે કે, વિધાનસભાના સત્ર દરમિયાન સરકારને ભીડવવા માટે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા યોગ્ય છે.
ગોપાલ ઇટાલિયાને આપના નેતા બનાવાશે
આ જોતાં વિધાનસભામાં ચૈતર વસાવાને બદલે ગોપાલ ઇટાલિયાને આપના નેતા બનાવાશે, જ્યારે દંડકપદ ચૈતર વસાવાની નિયુક્તિ થાય તેમ છે. આ જોતાં ઉમેશ મકાવાણાને દંડક પદેથી હટાવાશે. વિધાનસભામાં કોંગ્રેસના યુવા-આક્રમક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ભાજપને ભારે પડે છે તેમ હવે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાની જોડી ભાજપ માટે મુશ્કેલી ઉભી કરે તો નવાઇ નહી.






